સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે તાલુકા પંચાયત પ્રમુખશ્રી ઝાલા દશરથસિંહ વેચાતસિંહની અધ્યક્ષતામાં તાલુકાનો કેશ ક્રેડિટ ધિરાણ કેમ્પ યોજવામાં આવ્યો.
આ ધિરાણ કેમ્પમાં કુલ ૭૦ જેટલી સ્વસહાય જૂથોની મહિલાઓ હાજર રહેલી હતી. ધિરાણ કેમ્પના દિવસે કુલ 20 જૂથોને 32.50 લાખનું ધિરાણ આપવામાં આવ્યું. આ ઉપરાંત તાલુકા કક્ષાએ શ્રેષ્ઠ કામગીરી કરેલ બેન્ક મેનેજરશ્રી, બેન્ક સખી અને બિસી સખી તેમજ આર્થિક પ્રવુત્તિ કરતા સ્વસહાય જૂથની મહિલાઓનું સમ્માન કરવામાં આવ્યું. ચાલુ વર્ષમાં અત્યાર સુધીમાં તલોદ તાલુકામાં કુલ ૩૪૧ જૂથોની ૪૫૪.૩૫ લાખનું ધિરાણ આપવામાં આવ્યું છે.
આ કેમ્પમાં તાલુકા વિકાસ અધિકારીશ્રી શર્મા સ્વ સહાય જૂથની મહિલાઓ ઉપસ્થિત રહી હતી…
અહેવાલ :દેવેન્દ્રસિંહ ઝાલા સાબરકાંઠા