આગામી લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે, આચારસંહિતતાનું જાહેરનામું બહાર પડતાં ગાંધીનગર જિલ્લા વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે સારૂ જિલ્લા વિસ્તારમાં તેમજ અન્ય જિલ્લાઓમાં નોંધાયેલ ગુનાઓમાં નાસતા ફરતા આરોપીઓની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી કરવા સારૂ ગાંધીનગર રેન્જ ડી.આઇ.જી.પી.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ તથા પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમશેટ્ટી સાહેબ નાઓએ આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સુચના આપેલ.
જે સુચના સબંધે એસ.ઓ.જી. પો.ઇન્સ. શ્રી વી.ડી.વાળા નાઓના માર્ગદર્શન હેઠળ ટીમના પો.ઈન્સ.શ્રી એચ.આઈ.ભાટી તથા પો.સબ.ઈન્સ.શ્રી એ.એસ. ચૌહાણ તથા પો.સબ.ઈન્સ.શ્રી ડી.ડી.ચૌહાણ તથા પોલીસ કર્મચારીશ્રીઓની જુદી જુદી ટીમો બનાવી આ દિશામાં પરિણામલક્ષી કામગીરી કરવા સારૂ કાર્યરત હતા. દરમ્યાન, આ.પો.કોન્સ. આ.પો.કોન્સ. હાર્દિકસિંહ જીતેન્દ્રસિંહ બ.નં. ૧૦૮ નાઓને ખાનગી રાહે મળેલ બાતમી હકિકત આધારે અરવલ્લી જિલ્લાના ઇસરી પોલીસ સ્ટેશનના પ્રોહી ગુ.ર.નં. ૧૧૧૮૮ ૦૦૫૨૧૦૧૭૮/૨૦૨૧ પ્રોહી એક્ટ કલમ-૬૫એ,ઇ,૧૧૬બી,૯૮(૨) મુજબના ગુનામાં નાસતો ફરતો આરોપી દેવ્યાંગભાઈ ઉર્ફે બિલ્લી પરેશભાઈ પટેલ રહે.માણસા (ચારવડ) તા.માણસા જિ. ગાંધીનગર વાળાને બાતમીવાળી જગ્યાએથી ધરપકડ કરી, આગળની કાર્યવાહી સારૂ માણસા પોલીસ સ્ટેશન ખાતે સોપવામાં આવેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામું
દેવ્યાંગભાઈ ઉર્ફે બિલ્લી પરેશભાઈ પટેલ રહે.માણસા (ચારવડ) તા.માણસા જિ. ગાંધીનગર
આરોપીનો ગુનાહિત ઈતિહાસ
(૧) ગાંધીનગર જિલ્લાના માણસા પો.સ્ટે. પ્રોહી. ગુ.૨.નં.૦૦૬૫/૨૦૧૭, ઈ.પી.કો. કલમ ૬૫-એઈ,
૬૬ બી વિગેરે
(૨) ગાંધીનગર જિલ્લાના માણસા પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૦૨૭/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૬૫-એઈ ૬૬ બી વિગેરે
(૩) અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં.૦૧૦૧/૨૦૧૮, ઈ.પી.કો. કલમ ૬૫ (એ)ઈ, ૮૧, ૯૮(૨) વિગેરે
(૪) ગાંધીનગર જિલ્લાના માણસા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૯૨૦૦૧૪૨/૨૦૨૦, ઈ.પી.કો. કલમ ૬૫ (એ) ઈ, ૮૧
(૫) ગાંધીનગર જિલ્લાના માણસા પો.સ્ટે. ગુ.ર.નં.૧૧૨૧૬૦૦૯૨૧૦૦૨૧/૨૦૨૧, ઈ.પી.કો. કલમ ૬૫(એ)ઈ, ૧૧૬(બી)
(૬) અરવલ્લી જિલ્લાના મોડાસા રૂરલ પો.સ્ટે. પ્રોહી. ગુ.ર.નં. ૧૧૧૮૮૦૦૮૨૨૦૫૦૨/૨૦૨૨, ઈ.પી.કો. કલમ ૬૫ (એ)ઈ, ૮૧,
(૭) ગાંધીનગર જિલ્લાના માણસા પો.સ્ટે. ગુ.ર.નં. ૧૧૨૧૬૦૦૭૨૧૦૨૧૬/૨૦૨૧, ઈ.પી.કો. કલમ ૬૫(એ)ઈ, ૮૧
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી
(૧) પો.ઈન્સ. શ્રી વી.ડી.વાળા
(૩) આ.પો.કોન્સ. ઘનશ્યામસિંહ નટુભા
(૫) આ.પો.કોન્સ. રાજનીલસિંહ સુરેન્દ્રસિંહ
(૨) એ.એસ.આઈ. રાજદિપસંહ ચંન્દ્રસિંહ
(૪) આ.પો.કોન્સ. હાર્દિકસિંહ જીતેન્દ્રસિંહ
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર