પોલીસ મહાનીરીક્ષક શ્રી વિરેન્દ્રસિંગ યાદવ સાહેબ, પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ સેટ્ટી સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી ડી.ટી.ગોહીલ સાહેબ ગાંધીનગર ડિવીજન ગાંધીનગર નાઓએ લોકસભા સામાન્ય ચુંટણી-૨૦૨૪ અન્વયે મિલ્કત સબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ ડીટેક્ટ કરવાની સુચના આપેલ હોઇ જે સુચના અન્વયે અમોએ પેથાપુર પો.સ્ટે.ના સર્વેલંસ સ્કોડના માણસોને જરૂરીઓ સુચનાઓ તથા માર્ગદર્શન આપેલ જે અન્વયે સર્વેલન્સ સ્કોડ તેમજ પો.સ્ટે.ના માણસો પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન આજરોજ અ.હે.કો.મહેન્દ્રસિંહ રામસિંહ તથા અ.પો.કો. પોપટભાઇ નાનજીભાઇ નાઓને ખાનગી રાહે સંયુક્ત બાતમી હકીકત મળેલ કે તાજેતરમા હિમતનગર ખાતે થયેલ લુંટનો આરોપી વિશાલસિંહ પરમાર રહે.પેથાપુરનો પેથાપુર સુખડેશ્વ્રર મહાદેવ જતા વચ્ચે પુલના નીચે પોતાના હાથમાં એક મરૂન કલરનો થેલો લઇને ઉભો છે જેથી આ બાબતે રેકર્ડે ખાતરી તપાસ કરાવતા હિમતનગર બી ડિવીજન પો.સ્ટે પાર્ટ એ ગુ.ર.નં-૧૧૨૦૯૦૫૬૨૪૦૨૨૧/૨૦૨૪ ઇ.પી.કો કલમ -૧૭૦,૩૪૨,૩૪૭,૩૬૫,૩૯૫,૪૨૭, ૧૨૦(બી) તથા જી.પી એકટ-૧૩૫ મુજબનો ગુન્હો તા-૧૨/૦૩/૨૦૨૪ ના રોજ રજી થયેલ હતો. જેથી સદર બાતમી હકીકત આધારે આરોપી વિશાલસિંહ હિરણયસિંહ ઉર્ફે કિરીટસિંહ પરમાર ઉ.વ-૨૪ રહે. જુનુ ડેલુ વાંટામા પેથાપુર તા.જી.ગાંધીનગર મુળ રહે. ગામ વણસોલ તા-ઉમરેઠ જી-આણંદ વાળાને લુંટમાં ગયેલ મુદામાલ પૈકી ચાંદીના દાગીના કુલ વજન ૧૫૯૧/૩૦૦ ગ્રામ જેની આશરે કુલ કિ.રૂ. ૮૧,૩૦૦/-ની તથા સોનાના દાગીનાનાનુ કુલ વજન ૨૮/૪૪૦ ગ્રામ જેની કુલ કિ.રૂ.૧,૫૨,૫૦૦/- ની મળી સોના ચાંદીના દાગીનાની કુલ કિ.રૂ.૨,૩૩,૮૦૦/- ના મુદામાલ સાથે અટકાયત કરી લુંટનો મુદ્દામાલ રીકવર કરી લુંટના ગુન્હાનો આરોપી પકડી કાયદેસરની કાર્યવાહી કરી પ્રસંશનીય કામગીરી કરેલ છે.તા.૦3/૦૪/૨૦૨૪.
પકડાયેલા આરોપી
વિશાલસિંહ હિરણયસિંહ ઉર્ફે કિરીટસિંહ પરમાર ઉ.વ-૨૪ રહે. જુનુ ડેલુ વાંટામા પેથાપુર તા.જી.ગાંધીનગર મુળ રહે. ગામ વણસોલ તા-ઉમરેઠ જી-આણંદ
કબ્જે કરેલ મુદામાલ-
(૧) ચાંદીના કિસ્મત પાયલ ઘુઘરીવાળી કુલ સાત નંગ જેનુ કુલ વજન ૧૮૨/૮૦૦ ગ્રામ કિં
રૂ.૯૩૪૧/-
(૨) ચાંદીના બચ્ચા કડલીના કુલ ૨૯ જોડ કડલા જેનુ કુલ વજન ૩૬૬/૯૦૦ ગ્રામ કિં.રૂ.૧૮,૭૪૮/-
(૩) ચાંદીની પાયલ કુલ ૬ નંગ જેનુ કુલ વજન ૮૭/૧૦૦ ગ્રામ કિં રૂ.૪૪૫૦/-
(૪) ચાંદીના પેચનુ એક પેકેટ જેનુ કુલ વજન ૨૬/૦૦ ગ્રામ કિં.રૂ.૧૩૨૮/-
(૫) ચાંદીના ફેન્સી જુડા કુલ ૫ નંગ જેનુ કુલ વજન ૩૧૦/૯૦૦ ગ્રામ કિં.રૂ.૧૫,૮૭૪/-
(૬) ચાંદીની ફેન્સી બંગડીઓ કુલ ૪૨ નંગ જેનુ કુલ વજન ૬૧૭/૬૦૦ ગ્રામ કિં રૂ.૩૧,૫૫૯/-
(૭) સોનાના પાટલા કુલ ૨ નંગ તથા સોનાની બચ્ચા લકી ૧ નંગ જેનુ કુલ વજન ૨૮/૪૪૦ ગ્રામ
કિં.રૂ.૧,૫૨,૫૦૦/-
પ્રશંસનીય કામગીરી કરનાર અધીકારી/કર્મચારી-
(૧)પો.ઇન્સ. શ્રી એમ.એન.દેસાઇ
(૨) અ.હે.કો.મહેન્દ્રસિંહ રામસિંહ
(૩)આ.હે.કો. અનિલસિંહ દલપતસિંહ
(૪)અ.પો.કો. પોપટભાઇ નાનજીભાઇ
(૫) અ.પો.કોન્સ ભાવેશભાઇ સાંકાભાઇ
(૬) આ.પો.કો અલ્પેશસિંહ દશરથસિંહ
(૭) અ.પો.કોન્સ અજયસિંહ પોપટસિંહ
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર