* શાળાના બાળકોમાં રહેલી વિવિધ સુષુપ્ત શક્તિ અને કલાઓને જાગ્રત કરવા માટે બાળકોમાં રહેલ કૌશલ્યને ઉજાગર કરવા માટે ગુજરાતની દરેક પ્રાથમિક શાળાઓમાં ઉપરાંત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં દર વર્ષે કરવામાં આવે છે આમ શક્તિ કૃપા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત રેવાબા વિદ્યામંદિર પાલૈયા ખાતે QDC કક્ષાના કલા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 4,5 ના દરેક વિદ્યાર્થીઓ ગણપતિ નું ચિત્ર દોરી ક્રાફ્ટ આર્ટ દ્વારા સરસ મજાની ભાત પાડી ચિત્ર દોર્યા હતા.જેમાં માયાબેન ગઢવી ,રિતેશભાઈ શર્મા તેમજ મહેશ યોગી સાહેબના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓએ ભાગ લઈ પોતાની આગવી પ્રતિભા દર્શાવી હતી આમ શાળાના આચાર્યશ્રી પ્રકાશભાઈ પંચાલ સાહેબના સહયોગ અને પ્રેરણાથી કલા ઉત્સવનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.
રિપોર્ટર:- મહેશ કે યોગી