સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પૂનમનો મહામેળો રંગે ચંગે સંપન્ન થયો છે.આ મેળામાં પદયાત્રીઓ અને શ્રધ્ધાળુઓ ના ઘસારા ને પહોંચી વળવા માટે વડનગર એસ.ટી.ડેપો દ્વારા મેળા ની સ્પેશિયલ બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી.સાત દિવસીય મેળામાં વડનગર એસ.ટી.ડેપો એ સમગ્ર મહેસાણા એસ.ટી.વિભાગ મા સૌથી વધુ રૂપિયા 31,01,865 આવક કરી હતી.શક્તિપીઠ અંબાજી ખાતે ભાદરવી પૂનમ ના મેળામાં યાત્રાળુ મુસાફરોની સુવિધા માટે સમગ્ર ગુજરાતભરના એસ.ટી.વિભાગ દ્વારા મેળા ની સ્પેશિયલ બસો ની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી હતી.ત્યારે વડનગર એસ.ટી. ડેપો દ્વારા 12 તારીખ થી 18 તારીખ સુધી મેળા ની સ્પેશિયલ બસો કાર્યરત કરવામાં આવી હતી.સાત દિવસ દરમિયાન વડનગર એસ.ટી.ડેપો દ્વારા વડનગર થી અંબાજી ની 35 બસો એક્સ્ટ્રા મુકવા માં આવી હતી.જેમાં 722 જેટલી ટ્રીપો અને 28911 મુસાફરો ને માં અંબા ના દર્શન કરાવી ધન્યતા પામેલ હતા.જેથી ડેપો મેનજર શ્રી દ્વારા ડ્રાઇવર, કન્ડકટર સહીત મીનેનીક કર્મચારીઓ ની કામગીરી ને બિરદાવવા માં આવી હતી.
રિપોર્ટર = ઉપેન્દ્ર પંડયા. કરબટીયા.