વડનગર તાલુકાના શોભાસણ માં
તારીખ 30/12/2024 ના રોજ શોભાસણ પ્રાથમિક શાળામાં વાલી સંમેલન યોજવામાં આવ્યું..જેમાં વિદ્યાર્થીઓના જીવન વિકાસ તેમજ તેમનામાં સંસ્કાર અને શિસ્ત નું ઘડતર થાય તે વિશે વાલીઓ સાથે ચર્ચા કરવામાં આવી..આ સિવાય બાળકો ના અપાર કાર્ડ વિશેની સમજ આપી..બાળકો રમત ગમત માં આગળ વધે તે માટે ખેલમહાકુંભ માં ભાગ લે અને તેમનામાં વ્યવહાર કુશળતા નિમાર્ણ થાય તે માટે વિવિધ વ્યવસાયકરો ને શાળામાં બોલાવવા માટેનું આયોજન શાળા કક્ષાએ નજીક ના દિવસો માં થશે તેની ચર્ચા કરવામાં આવી.
રિપોર્ટર = ઉપેન્દ્ર પંડ્યા. કરબટીયા.