
અરવલ્લી જિલ્લામાં ભારે વાવાઝોડા અને વરસાદના કારણે શહેર અને ગ્રામ્ય વિસ્તારોને ભારે અસર થવા પામી છે. ભારે વરસાદ અને પવનની પરિસ્થિતીના પગલે જિલ્લામાં ભારે અસર થઈ છે. આજ પરિસ્થિતિને કારણે બાયડ રડોદરા ખાતે યોજાયેલ સમૂહ લગ્નમાં આવેલી 2 બસ ગ્રાઉન્ડ પર ફસાયેલી હતી. જેમાં અંદાજીત 120 માણસ અટવાયેલા હતા. પ્રાંત અધિકારીશ્રી સહિતના સ્થાનિક તંત્રની મદદથી બસને બહાર કાઢી તમામ લોકોને શું સલામત પરત પહોંચાડવામાં આવેલ છે.
અચાનક ટ્રાટકેલા વાવાજોડા એ મહામંહેંનતે 108 યુગલો ના સમૂહલગન ની તમામ વ્યવસ્થા ઉપર પાણી ફેરવ્યું હતું કાર્યકરો ઘણાય દિવસો થી રાત દિવસ સતત કોઈ પણ વ્યવસ્થા માં ખામી ના રહી જાય તે માટે પ્રયત્ન કરતા હતા પણ કુતરતી આફત ક્યારે આવે તે કાંઈ નક્કી ના હોય બાયડ તાલુકા માં ભારે પવન અને વરસાદ ના કારણે ખેડૂતો ને પણ ખૂબ નુકસાન થયાનું અનુમાન છે
રીપોર્ટ આશિષ નાયી બાયડ