
અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં જીલ્લાના તમામ ગાયનેકોલોજીસ્ટશ્રીઓ,અધિક્ષકશ્રીઓ, તાલુકા આરોગ્યઅધિકારીશ્રીઓ તથા મેડિકલ ઓફિસરશ્રીઓની માતામરણ, બાળમરણ અટકાવવા માટે તથા બાળકોમાં સ્તનપાન પદ્ધતિ અને પુરક પોષણ બાબતે આરોગ્ય કર્મચારીશ્રી દ્વારા બાળકોમાં કુપોષણ ધટાડવા અમૃતપાન અભિયાન અંતર્ગત સેન્સિટાઈઝેશન મીટીંગ યોજાઈ.
આ મીટીંગમાં ગત વર્ષમાં થયેલ તમામ માતામરણનાં કારણો સાથે અને નિવારી શકાય તેવા પગલા બાબતે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.અને જે વિસ્તારમાં વધુ માતામરણ નોંધાયેલ હોય તે વિસ્તારના મેડીકલ ઓફીસરશ્રી અને ટીએચઓશ્રીને માતામરણ પેટર્ન બાબતે માતામરણ ધટાડવા માટેના નિર્ણાયક પગલા લેવા બાબતે કામગીરી કરવા જણાવવામાં આવ્યુ.
જીલ્લાના તમામ ગાયનેકોલોજીસ્ટશ્રીઓને મલ્ટી રેફરલ અટકાવવા તથા પોતાની હોસ્પિટલમાં આવેલ રીફર કરવાપાત્ર કેસની તમામ વિગતો તાલુકા આરોગ્ય અધિકારીશ્રીને તાલુકામાં પુરી પાડવા તથા આવા કેસોનુ એપ્રોપ્રિએટ રેફરલ સુદ્ર્ઢ કરવા જણાવેલ હતું.
અંતરિયાળ વિસ્તારમાંથી રીફર થતા દર્દીઓને સીધા જ તમામ સગવડો ધરાવતી હોસ્પિટલ ખાતે રીફર કરવા પર ભાર મુકવામાં આવ્યો.
મુખ્ય જીલ્લા આરોગ્ય અધિકારીશ્રી દ્વારા જીલ્લાની સરકારી ,પ્રાઇવેટ હોસ્પિટલને કેટેગરી વાઈઝ સારવાર પુરી પાડવા બાબતે વિસ્તૃત ચર્ચા કરી અમલવારી કરવા નક્કી કરવામાં આવ્યું.
માન.જીલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા અત્રેના જીલ્લામાં નવજાત શિશુઓમાં સ્તનપાનનું પ્રમાણ વધારે સાચી પધ્ધ્તિથી વધારી તથા પુરક પોષણ બાબતે જાગ્રુતતા લાવી કુપોષણમાં અને બાળમરણ ધટાડવા અમૃતપાન અભિયાન અંગે માર્ગદર્શન આપી માહિતગાર કરેલ. આ બાબતે ખાનગી સ્ત્રી રોગ નિષ્ણાંત ને સહકાર આપવા જણાવેલ અને નવજાત શિશુઓમાં રસીકરણની સેવાઓ વધારવા માટે જન્મ સમયની રસીઓ મફતમાં સમયસર મળી રહે તે અંગે સુચનાઓ આપવામાં આપી.
આર.સી.એચ.ઓ.શ્રી દ્વારા રાજ્ય કક્ષાએથી સુચવેલ પી.પી.એચ.(પોસ્ટપાર્ટમ હેમોરેજ) સારવાર તથા પ્રોટોકોલની વિગતવાર ચર્ચા કરેલ હતી. સરકારી સંસ્થાઓ ખાતે રસીકરણ વધે તે અંગે માહીતી આપવામાં આવી.
આમ, જીલ્લામાં ઉપલબ્ધ માતૃ-બાળ કલ્યાણ સેવાઓના કાર્યક્ષમ અમલ માટે વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી.
રીપોર્ટ આશિષ નાયી બાયડ