
બાયડ માં દારૂ ના બૂટલેગરો પર કોણા ચાર હાથ..? કહેવાતા ગાંધી ના ગુજરાત રાજ્ય માં દારૂબંધી હોવા છતાં બાયડ અને બાયડ તાલુકામાં ખુલ્લે આમ દારૂ નો વેપાર ચાલે છે…આજે વાત કરવી છે બાયડ માં આવેલ રામના તળાવ એરિયા ની રામના તળાવે માં અંબે નું વર્ષો જૂનું આધ્યાત્મિક મંદિર આવેલું છે.ત્યાં તારીખ (૧૦/૦૫/૨૦૨૫) ના રોજ રામના તળાવ વાળા રસ્તા પર કચરો વિની રહેલા બે બાળકો મળ્યા મે એમને પૂછું કે આ કચરો ક્યાંથી વીની ને આવ્યા તો એમને કીધું કે અંબે માં ના મંદિર જોડે તળાવ પાસેથી તો શું ( *”બાયડ માં દારૂબંધી નથી કે શું ?*”) આ રામના તળાવ પાસે માં અંબેનું એક આધ્યત્મિક મંદિર હોવાથી બાયડ અને બાયડના આજુબાજુ ના ગામના ઘણા લોકો રવિવારે માં અંબે ના દર્શનાર્થે આવતા હોય છે.અને જાણવા મળતી માહિતી અનુસાર મંદિર ની બાજુના એક ખેતર માલિક ના જણાવ્યા અનુસાર બપોર ના સમયે આ એરિયા માં એકાંત વાતાવરણ હોવાથી બાયડ ની યુવા પેઢી અહી મંદિરે આવીને મંદિર ના આંગણ માં સિગરેટો પીવાની પડીકીઓ ખાઈને આમ તેમ થૂંકીને મંદિર ના આંગણ ને ખરાબ પણ કરે છે આવી ઘણી અનૈતિક પ્રવુતિઓ કરતા જોવા મળે છે. બાયડ ના નગરજનો ની માંગ છે કે બાયડ પોલીસ બપોર (૧૨) વાગ્યા પછીના સમયે રામના તળાવ બાજુ પેટ્રોલિંગ કરે તો આવા તત્વો પકડાય એમ છે….
રીપોર્ટ આશિષ નાયી બાયડ