
ચિલોડા પોલીસ સ્ટેશન અને સર્વેલન્સ સ્ક્વોડે ચંદ્રાલા નાકા પોઈન્ટ પર વાહન ચેકિંગ દરમિયાન Hyundai Creta (રજી.નં. GJ 27 CM 2007) માંથી ₹1,59,390/- ની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે
પોલીસ ટીમના અ.પો.કો યુવરાજસિંહ શંકરસિંહ અને આ.પો.કો હસમુખભાઈ સાંજાભાઈ ડામોર ને ખાનગી રાહે બાતમી મળી હતી કે હિંમતનગરથી ચિલોડા તરફ આવતા હાઈવે રોડ પર એક સફેદ કલરની ક્રેટા ગાડીમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી.
ગાડી આવતા તેને રોડની સાઈડમાં ઊભી રખાવી તપાસ કરતા, ગાડીની પાછળની સીટ અને ડેકીમાંથી પૂંઠાના બોક્સ મળી આવ્યા હતા. આ બોક્સ ખોલતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની નાની-મોટી બોટલો અને બિયરના ટીન મળી કુલ ૫૩૪ નંગ બોટલો અને ટીન મળી આવ્યા હતા, જેની કિંમત ₹1,59,390/- થાય છે.
પોલીસે દારૂ, ક્રેટા ગાડી અને એક મોબાઈલ ફોન સહિત કુલ ₹6,64,390/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ મામલે એક ઈસમને પકડી પાડી તેની સામે પ્રોહીબિશન એક્ટની કલમ ૬૫(એ)(ઈ), ૯૮(૨) અને ૧૧૬(બી) મુજબ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. વધુ તપાસ હાથ ધરવામાં આવી છે