
ગાંધીનગર જિલ્લાના માણસા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા પોક્સો અને અપહરણ કેસમાં છેલ્લા એક વર્ષથી ફરાર આરોપી અને પીડિતાને શોધવામાં એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ (AHTU), ગાંધીનગરની ટીમને સફળતા મળી છે.
આરોપી અને પીડિતાને શોધવા માટે AHTUની ટીમે સઘન કામગીરી હાથ ધરી હતી. આ સફળતા બદલ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની કામગીરીની પ્રશંસા થઈ રહી છે.
આ સફળ કામગીરી કરનાર અધિકારીઓ અને કર્મચારીઓમાં પોલીસ ઈન્સ્પેક્ટર એસ. એ. ડાભી, હેડ કોન્સ્ટેબલ ચેતનાબેન અતુલભાઈ, પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર ભીખાભાઇ, જીતેન્દ્રકુમાર ગયા પ્રસાદ, દિલીપસિંહ અંબુજી અને વુમન પોલીસ કોન્સ્ટેબલ નેહાબેન ચતુરભાઈનો સમાવેશ થાય છે.
એ.એચ.ટી.યુ.ના પોલીસ કોન્સ્ટેબલ રાકેશકુમાર ભીખાભાઇને મળેલી બાતમીના આધારે, આરોપી અને પીડિતાને નવસારી જિલ્લાના ઈટાળવા ગામમાંથી શોધી કાઢવામાં આવ્યા હતા. આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, પોક્સો કાયદાની કલમો ઉમેરીને વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અહેવાલ ચિંતન શાહ ગાંધીનગર