
અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકા ના ગાબટ સ્ટેટના માનનીય ઠાકોરસાહેબ શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા નું તા. 30 ઓગસ્ટે અવસાન થતા સમગ્ર ગાબટ સ્ટેટ તેમજ આજુબાજુના વિસ્તારોમાં ઘેરો શોક છવાઈ હતી.
ઠાકોરસાહેબની અંતિમયાત્રા તેમના નિવાસસ્થાનથ બંગલે થી ગાબટના મુખ્ય બજાર માર્ગેથી ભવ્ય આયોજન સાથે કાઢવામાં આવી હતી. અંતિમ વિદાય પ્રસંગે હજારોની સંખ્યામાં તેમના ચાહકો લોકો , આગેવાનો તથા ગામજનો જોડાયા હતા. આ દુઃખદ પ્રસંગે ગાબટ વેપારી મંડળે તેમના માનમાં બજાર સંપૂર્ણ બંધ રાખીને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
વિશેષરૂપે આ પ્રસંગે બાયડ-માલપુરના ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા, અનેક રાજકીય આગેવાનો, સામાજિક પ્રતિષ્ઠિત મહાનુભાવો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહી ઠાકોરસાહેબને અંતિમ વિદાય આપી હતી.
શ્રી દેવેન્દ્રસિંહજી ઝાલા લોકહિતકારક કાર્યોના પ્રણેતા હતા. તેમણે ગાબટ તથા આસપાસના વિસ્તારોના વિકાસ, સમાજસેવા તથા ગરીબવર્ગના હિતમાં અનેક યોગદાન આપ્યા હતા. તેમના મિથાસભર્યા સ્વભાવ, સૌજન્યપ્રિયતા અને દાનશીલતાને કારણે તેઓ હંમેશાં લોકહૃદયમાં જીવંત રહેશે.
તેમના અવસાનથી સમગ્ર વિસ્તાર એક સચ્ચા દાતાશ્રયી નેતા ગુમાવવાનો વારો આવ્યો છે. આ ખોટ અપૂરણીય રહેશે તેમના લોક હિતાર્થ કાર્યો ને આ પંથક ની પ્રજા કદી ભુલસે નહિ…..
રિપોર્ટ આશિષ નાયી બ્યુરો ચીફ અરવલ્લી