નાણાકીય સમાવેશન અને મહિલા સશક્તિકરણનો વધુ એક ઉત્તમ દાખલો બનતા બોટાદના સંધ્યાબેન: પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત સંધ્યાબેનની આત્મનિર્ભરતા સુધીની પ્રેરણાદાયી સફરકા
સરકાર ની મદદથી અમારા ધંધા-રોજગાર ખૂબ સારા ચાલે છે, જેથી અમે અમારા બંને દિકરાને સારી રીતે ભણાવી શકીએ છીએ: લાભાર્થી
આપણાં ભારતીય સમાજમાં દરેક પરિવારના કલ્યાણ માટે મહિલાઓનું યોગદાન બેજોડ છે. મહિલાઓ દરેક પ્રકારની જવાબદારીને ચીવટપૂર્વક પૂર્ણ કરતા તમામ સભ્યોને નિરંતર પ્રગતિશીલ બનાવે છે. પરિવારની સુખાકારી માટે આર્થિક બોજો હવે મહિલાઓ પણ ઉપાડતી થઈ છે. સરકારશ્રીની સ્વાવલંબન માટેની અઢળક યોજનાઓ થકી આજે અનેક મહિલાઓ આત્મનિર્ભર થઈ રહી છે.
દેશના દરેક નાગરિકની સુખાકારી માટે નિરંતર કાર્યરત કેન્દ્ર સરકારશ્રી અને રાજ્ય સરકારશ્રી વિકાસના વિવિધ આયામો સર રહી છે. લોકોનું હિત સાંકળીને જનકલ્યાણની યોજનાઓ ઘડી તેના સુચારૂં અમલીકરણથી સરકારશ્રી સર્વાંગી વિકાસની વિભાવનાને ખરા અર્થમાં ચરિતાર્થ કરી રહી છે. જેના સાક્ષી બન્યા છે ‘‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’’ના લાભાર્થીશ્રી સંધ્યાબેન.
કહેવાય છે કે સુખ અને દુ:ખ માનવીય જીવન સાથે અજોડ રીતે સંકળાયેલા છે. દરેક દિવસ એકસરખા નથી હોતા, તેવી જ રીતે સંધ્યાબેનના જીવનમાં પણ આર્થિક રીતે ઘણાં પરિવર્તનો આવ્યા, પરંતુ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના સથવારે તેઓ દરેક મુશ્કેલીમાંથી ઉગરી શક્યા. સંધ્યાબેન પોતાના પતિ સાથે કદમથી કદમ મિલાવીને બોટાદ શહેરમાં જૂની નગરપાલિકા કચેરી પાસે કપડાનું વેચાણ કરી બે બાળકો સહિત પાંચ સભ્યોના પરિવારનું ગુજરાન ચલાવે છે. કોરોના સમયે પણ સરકારશ્રીએ પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના થકી તેમને આર્થિક ટેકો આપ્યો હતો અને હાલ જ્યારે તેમના ધંધા-રોજગાર પૂરપાટ ઝડપે ચાલી રહ્યા છે ત્યારે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના તેમના ઉત્સાહને વધુ વેગ આપવાનું કાર્ય કરી રહી છે.
‘‘પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના’’ને કારણે વેપારમાં આવેલા સકારાત્મક પરિણામ અંગે સંધ્યાબેન જણાવે છે કે, ‘‘કોરોનાના લોકડાઉન વખતે અમને સરકાર તરફથી 10 હજાર રૂપિયાની લોન મળી હતી જેનાથી અમને રોજગારમાં ઘણો ફાયદો થયો હતો. બે વખત લોનની ભરપાઈ કરી અમને ત્રીજી વખત રૂ. 50 હજારની લોન મળી છે. સરકારની આ મદદથી અમારા ધંધા રોજગાર ખૂબ સારા ચાલે છે, અમે અમારા બંને દિકરાને સારી રીતે ભણાવી શકીએ છીએ.”
સરકારશ્રીની અઢળક યોજનાઓ સંધ્યાબેન જેવા અનેક લાભાર્થીઓ માટે તેમના જીવનની સંધ્યા નહીં પરંતુ સવારનો સોનેરી સૂરજ બનીને આવી છે, જેનાથી નાગરિકો આત્મનિર્ભર બનીને આત્મસન્માન સાથે ધંધો-રોજગાર કરી પોતાનું જીવન ઉન્નત કરી રહ્યા છે.
રિપોર્ટર ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947