માર્ગદર્શન તેમજ મહિલાલક્ષી યોજનાઓની પ્રાથમિક જાણકારી માટે નિ:શુલ્ક ૨૪ કલાક ૧૮૧ અભ્યમ મહિલા હેલ્પલાઇન કાર્યરત છે. મહિલાઓ નિર્ભય રીતે પોતાની ફરિયાદ નોંધાવી શકે તે માટે દરેક જિલ્લામાં મહિલા પોલીસ સ્ટેશનની અલાયદી વ્યવસ્થા ઉભી કરવાની સાથોસાથ સાયબર ગુનાઓ અને SHE ટીમની કામગીરી, સખી વન સ્ટોપ સેન્ટર સહિતની સુવિધાઓ અંગે પણ માર્ગદર્શિત કર્યાં હતાં. મહિલા પોલીસ સ્ટેશનના પી.આઇ. સહિત અન્ય મહાનુભાવોના હસ્તે વ્હાલી દિકરી યોજનાના-૬૦, ગંગાસ્વરૂપા આર્થિક યોજનાના-૦૩ લાભાર્થીઓને મંજુરી હુકમ તેમજ વાજપાઇ બેંકેબલ યોજનાના ૦૧ લાભાર્થીને લોન સામે રૂ.૮૦ હજારનો સબસીડી સહાયનો હુકમ એનાયત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમના પ્રારંભે દહેજ પ્રતિબંધક અધિકારી શ્રી હેતલબેન દવેએ સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.કાર્યક્રમ પૂર્ણ થયે જિલ્લા કોઓડિનેટરશ્રી હસમુખ ભાઈ વડોદરિયાએ આભારદર્શન કર્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીબીએસસીના કાઉન્સેલર સુશ્રી રીનાબેન વ્યાસ દ્વારા કરવામાં આવ્યું હતું.કાર્યક્રમમાં સ્વ સહાય સખી મંડળો, સખી વન સ્ટોપ સેન્ટરના કર્મીઓ, શી-ટીમના સભ્યો સહિત વિદ્યાર્થી બહેનો ઉપસ્થિત રહ્યાં હતાં.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947