રાજ્ય સરકારના જનહિતલક્ષી નિર્ણયો અને યોજનાકીય માહિતીથી સભર સાહિત્ય થકી અવનવી જાણકારી મેળવી સંતુષ્ટ થતાં નાગરિકો
આ સાહિત્ય રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રોજગાર વાંછુઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થઇ શકે છે
જનતાના વિશ્વાસ અને સ્નેહની કડીને શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ટીમ ગુજરાત નિષ્ઠાપૂર્વક ઉત્તરોત્તર આગળ વધારી રહી છે. ત્યારે બોટાદ જિલ્લા મહિલા બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા નારી વંદન ઉત્સવ-૨૦૨૩ ની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે “મહિલા સ્વાવલંબન દિનની”ઉજવણીનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાની માહિતી જનજન સુધી પહોંચે તેવા ઉમદા હેતુ સાથે જિલ્લા માહિતી કચેરી, બોટાદના કર્મઠ કર્મચારીઓ દ્વારા સાહિત્ય વિતરણ કરવામાં આવ્યું હતું. રોજગાર ભરતી મેળામાં ઉપસ્થિત રોજગાર વાંછુઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી થઇ શકે છે. રાજ્ય સરકારશ્રીની કામગીરી અંગે માહિતી મેળવી નાગરિકોએ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી. આ માહિતીસભર સાહિત્ય વિતરણનો મુખ્ય હેતુ છેવાડાનાં લોકોને પણ સરકારશ્રીની તમામ યોજનાઓની માહિતી મળી રહે તે માટેનો છે. મહત્વનું છે કે, “મહિલા સ્વાવલંબન દિનની”ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહી હતી.
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947