એક ટુ વ્હીલર ગાડી તેમજ 25 થી 30 હજાર રૂપિયા રોકડની ચોરી કરી તસ્કરો ફરાર થયા
હરણકુઈ વિસ્તારમાં ચોરી લઈને લોકોની નીંદર હરામ
જ્યારે ચોરોને કોઈપણ જાતનો પોલીસનો ડર જ ના હોય તે રીતે શહેરમાં ચોરીના બનાવો બન્ની રહ્યા છે.
બોટાદમાં ચોરો નો આતંક વારંવાર ચોરીના બનાવો બની રહ્યા છે વાત કરીએ તો ગઈકાલ રાત્રે હરણકુઈ વિસ્તારમાં આવેલા ડાળીયા ના કારખાના પાસે તેમજ ઢોરા ઉપર બે થી ત્રણ જગ્યાએ ચોરીના બનાવો અંગે માહિતી મળી છે. જાણવા મળતી માહિતી મુજબ 25 થી 30 હજાર રૂપિયા રોકડા તેમજ એક ટુ-વ્હીલર બાઈક લઈ તસ્કરો ફરાર તેમજ બોટાદ શહેરના હરણકુઈ વિસ્તારમાં 8 થી 10 દિવસ પહેલા બે મંદિરમાં પણ ચોરીના બનાવ બનવા પામ્યાં હતા. સીસીટીવી પણ સામે આવ્યા હતા. વારંવાર બોટાદમાં આવા ચોરીના બનાવો બન્ની રહ્યા છે. જ્યારે ચોરોને કોઈપણ જાતનો પોલીસનો ડર જ ના હોય તે રીતે શહેરમાં ચોરીના બનાવો બન્ની રહ્યા છે. વહેલામાં વહેલી તકે આવા ચોરોને પકડી કડકમાં કડક યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ…
રીપોર્ટર: ચિંતન વાગડીયા