➡️અરવલ્લી જિલ્લા પંચાયતની અઢી વર્ષ માટેની જિલ્લા પંચાયતની નવી ટીમની રચના કરવામાં આવી જેમાં ધનસુરા તાલુકામાં બે પદ આપવામાં આવ્યા જેઓના પાર્ટીએ કામકાજ જોઈને એમના પર વિશ્વાસ મૂકીને બંન્નેને સ્થાન જિલ્લા પંચાયતમાં સ્થાન આપવામાં આવ્યા જેમાં આકરૂન્દ જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા ઉમેદવાર કાળીબેન કાળાભાઇ રબારી ને જિલ્લા પંચાયતમાં ઉત્પાદન સહકાર સિંચાઈ સમિતિ ના ચેરમેન બનાવવામાં આવ્યા અને વડાગામ જિલ્લા પંચાયત બેઠક પરથી વિજેતા ઉમેદવાર સવિતાબેન ચંદુસિંહ ચૌહાણ જેઓને પક્ષના નેતા તરીકે સ્થાન મળ્યું, જેમાં ધનસુરા તાલુકાના કાર્યકરોએ તેમની નિમણુંકને વધાવી અભિનંદન સાથે શુભેચ્છાઓ પાઠવી હતી.
અહેવાલ : મેહુલસિંહ પરમાર ધનસુરા અરવલ્લી